સુરત

કોરોનાવાયરસ સંક્રમણની બીજી લહેર શરૂ થતા….

સુરત શહેરમાં પોઇન્ટ પર તૈનાત જવાનો માટે રીફ્રેશમેન્ટ વાન શરૂ કરતાં પોલીસ કમિશનર અજય તોમર

ભાવિક દલાલ, ગાંધીનગર

કોરોનાવાયરસ સંક્રમણની બીજી લહેર દેખાઈ રહી છે ત્યારે સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા પોતાના સ્ટાફને ઉનાળાની ગરમીથી રાહત આપવા માટે સ્પેશિયલ રીફ્રેશમેન્ટ વાન શરૂઆત કરી છે. જેમાં શહેરભરમાં અલગ-અલગ પોઇન્ટ પર ઊભેલા પોલીસ જવાનોને નાસ્તો અને જમવાનું પહોંચાડવાનો કાર્યો આ વાન દ્વારા કરવામાં આવી હતી. રીફ્રેશમેન્ટ વાનને 444 પોઇન્ટ પર 1,226 જેટલા પોલીસ જવાનોને નાસ્તો અને જમવાનું પહોંચાડવાનું કાર્ય કર્યું હતું.

સુરત શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પારામાં નોંધ પાત્રો વધારો થયો છે શહેરમા આશરે 40 ડિગ્રી ટેમ્પરેચર સુધીનું વાતાવરણ રહ્યું છે. શહેર પોલીસ કમિશનર અજય તોમર પોતાના સ્ટાફને શહેરભરમાં અલગ-અલગ પોઇન્ટ પર ફરજ બજાવે છે. હાલમાં ગરમીનું પ્રમાણ પણ વધુ છે અને તેમને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે એક નવું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે, જેમાં જવાનો સુધી નાસ્તો પાણી છાશ ફ્રુટ અને જમવા માટે પોલીસ રીફ્રેશમેન્ટ વાન શરૂ કરી છે. આ ભગીરથ કાર્યોમાં બે પોલીસ રીફ્રેશમેન્ટ વાન ફાળવવામાં આવી છે અને શહેરભરમાં ફરજ બજાવતા પોલીસ જવાનો માટે શરૂ કરવા આવી છે, પોલીસ કમિશનર એક તરફ વિશ્વની મહામારી કોરોનાવાયરસ સંક્રમણ બીજી લહેર તરફ આગળ વધી રહ્યુ છે દિવસે દિવસે કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ફંટ લાઈન વોરિયર્સ તરીકે ફરજ નિભાવતા પોલીસ જવાનો આરોગ્ય ન બગડે અને પોતાની ફરજ સારી નિભાવી શકે એ હેતુથી પોલીસ કમિશનર અજય તોમરે રીફ્રેશમેન્ટ વાન શરૂ કરી છે. પોતાની કડક છાપ હોવાના લીધે પોતાના ફેસલા પણ મક્કમ કરતા હોય છે પોતાના સ્ટાફને ફિઝિકલ ફિટનેસ ફિટનેશ હોય કે અન્ય કોઈ પણ બાબતમાં પોતાના જવાન સાથે ઉભા રહે છે ગતરોજ રીફ્રેશમેન્ટ વાને સુરત શહેરના 444 પોઇન્ટ પર તેનાત 1,226 કેટલા પોલીસ જવાનોને નાસ્તો ,પાણી, ફ્રુટ, છાશ અને જમવાનું પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ કમિશનરનો આ પગલું લોકોએ પણ આવકાર્યું છે કેટલી સેવાભાવી સંસ્થાઓએ પણ પોલીસ કમિશનર પોતાની રીતે મદદ કરવાની તૈયારી બતાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!