સુરત

કોરોના ઈફેક્ટ : સુરત સિવિલ હોસ્પિટલ સામાન્ય જનતા માટે બંધ કરાઇ

 ગુજરાતમાં અમદાવાદ અને સુરત કોરોનાના હોટ સ્પોટ બની રહ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલને સામાન્ય દર્દીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાઇ છે. માત્ર ઇમરજન્સી દર્દીઓને ડોકટરોની પરવાનગી બાદ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. અત્યારે ન્યુ સિવિલ હોસ્પિટલનો મુખ્ય ગેટ સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે.

કોરોનાના કેસોમાં સતત વધારો થતાં સિવિલ હોસ્પિટલ સામાન્ય જનતા માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની અન્ય હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓને સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને પગલે આરોગ્ય સુવિધાને અસર થઇ રહી છે. એવો આરોપ થઇ રહ્યો છે કે બહારના દર્દીઓને કારણે શહેરની હોસ્પિટલો ભરાઇ રહી છે.

શહેરની વિવિધ હોસ્પિટલમાં અત્યારે 3990 કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ સંખ્યા દિવસોને દિવસે વધી રહી છે. મોટાભગના દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે. જે ચિંતાનો વિષય છે. એટલે સામાન્ય દર્દીઓ માટે તો હોસ્પિટલમાં જગ્યા જ નથી. બીજુ તેના કારણે રિકવરી રેટ પણ ઊંચો આવી રહ્યો નથી.સુરતમાં છેલ્લા 24 કલાકમાં 2103 કેસ નોંધાયા. જે અમદાવાદ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ છે. બીજી બાજુ શહેરમાંથી પ્રવાસી મજૂરોનું પલાયન પણ ચાલુ છે. મોટાભાગના ઉદ્યોગોમાં કામ કરતા બહારના કામદારો તેમના વતન રવાના થઇ રહ્યા છે.

રાજ્યમાં 24 કલાકમાં 14,296 પોઝિટિવ કેસ

રાજયમાં કોરોના તાંડવ વધતો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ તંત્ર પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે. કેસોના આંકડાની સાથ સાથ મોતના આંકડાઓ પણ વધતા જઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14,296 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 157 દર્દીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે 6727 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજયમાં આજે 1,27,539 લોકોએ કોરોના રસી આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!