સુરત

સુરત : એક્સપાયરી ડેટના “રેમડેસિવિર”ની કાળાબજારી કરનારા ઝડપાયા

કોરોનાની મહામારીમાં એક તરફ લોકોના જીવ જઈ રહ્યા છે, તો બીજી તરફ લોકોને રૂપિયા કમાવાનો નવો ધંધો મળી ગયો છે. કેટલાક લોકો કોરોનાની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન કાળા બજારમાં વેચીને લોકો રાતોરાત કરોડપતિ થઈ જવા માંગે છે. સુરતમાં હાલ કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે, ત્યારે આવા કાળા બજારિયાઓ ઇન્જેક્શન વેચીને ધૂમ કમાણી કરી રહ્યા છે. આવા જ બે કિસ્સામાં સુરત પોલીસે અલગ-અલગ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

રેમેડેસિવિરની કાળા બજારી કરનારા 3ને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે 3 ઇન્જેક્શન જપ્ત કરી ઝડપી પાડ્યા છે. પીસીબીને માહિતી મળી હતી કે, ઇન્જેક્શનના કાળા બજાર કરનારા એક ઇન્જેક્શન 13 થી 14 હજારમાં વેચી રહ્યા હતાં. પીસીબીએ બાતમીને આધારે જેનિશ કાકડીયા, ભદ્રેશ નાકરાણી, જૈમિસ જીકાદરા અને ડો. સાહિલ ઘોઘારીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 3 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે.

બીજા એક બનાવમાં સરથાણા વિસ્તારમાં રહેતા જીગ્નેશ પટેલે તેના મામાના દીકરા માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દિવ્યેશ સંજય પટેલનો સંપર્ક કર્યો હતો. એક ઇન્જેક્શન દીઠ દિવ્યેશ પટેલને રૂપિયા 7000 હજાર ચૂકવ્યા હતાં. જોકે ડોક્ટરે ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હોવાનું જણાવતાં જીગ્નેશને વનિતા વિશ્રા પાસે બોલાવીને ઈન્જેક્શન પરત આપ્યા હતાં.

જોકે સમગ્ર ઘટનાની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતાં તપાસ શરૂ કરી દિવ્યેશ પટેલની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે દિવ્યેશ પટેલની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, ઇન્જેક્શન તેમને કે. પી. સંઘવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થીની પાસેથી લીધા હતાં. વિશાલ અવસ્થીને એક ઈન્જેક્શનના રૂપિયા 5400 ચૂકવ્યા આવ્યા હતા. વિશાલ અવસ્થી પાસે એક વરસથી આ ઇંજેક્શનનો સ્ટોક પડેલો હતો, જે ઇન્જેક્શન તેણે દિવ્યેશને આપ્યા હતા. જે બાદ દિવ્યેશ પટેલ અને વિશાલ અવસ્થીની ધરપકડ કરી છે. વધુમાં તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે દિવ્યેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર છે. પોલીસ પૂછપરછમાં દિવ્યેશ પાસે અન્ય આઠ જેટલા ઇન્જેક્શનો મળી આવ્યા હતાં. આ ઇન્જેક્શનો તે ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!