મુખ્ય સમાચારલાઇફ સ્ટાઇલ

ચૈત્ર નવરાત્રિ હોવાથી સંપૂર્ણ સપ્તાહ ખાસ રહેશે, આ દિવસોમાં વિવિધ વ્રત-ઉત્સવ રહેશે

  • જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે, આ દિવસોમાં 3 ગ્રહોનું રાશિ પરિવર્તન થશે

આ સપ્તાહની શરૂઆત સોમવતી અમાસ સાથે થઇ રહી છે. તે પછી 13 એપ્રિલથી ચૈત્ર નોરતા શરૂ થઇ જશે. આ દિવસે હિંદુ નવવર્ષનું નવું સંવત્સર પણ શરૂ થઈ જશે. નોરતા હોવાથી આ સપ્તાહ દેવી પૂજા અને વ્રત-ઉપવાસ રહેશે. સાથે જ જોવામાં આવે તો 6 દિવસ સતત એટલે 12 થી 17 એપ્રિલ સુધી સોમવતી અમાસ, ચૈત્ર એકમ, સિંધારા બીજ, ગણગૌર તીજ, વિનાયક ચોથ અને શ્રી પંચમી જેવા વ્રત અને પર્વ રહેશે. એટલે તિથિ-તહેવારોની દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખૂબ જ ખાસ રહેશે. જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ દિવસોમાં સૂર્ય, મંગળ અને બુધ ગ્રહ રાશિ બદલશે. આ 3 ગ્રહોની ચાલમાં ફેરફાર થવાની સાથે જ આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 દિવસ રહેશે.

12 થી 18 એપ્રિલનું પંચાંગ

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
12 એપ્રિલ, સોમવારચૈત્ર અમાસસોમવતી અમાસ
13 એપ્રિલ, મંગળવારચૈત્ર સુદ પક્ષ, એકમગુડી પડવો, હિંદુ નવવર્ષ
14 એપ્રિલ, બુધવારચૈત્ર સુદ પક્ષ, બીજસિંધારા બીજ
15 એપ્રિલ, ગુુરુવારચૈત્ર સુદ પક્ષ, તીજગણગૌર તીજ
16 એપ્રિલ, શુક્રવારચૈત્ર સુદ પક્ષ, ચોથવિનાયક ચોથ
17 એપ્રિલ, શનિવારચૈત્ર સુદ પક્ષ, પાંચમશ્રીપંચમી
18 એપ્રિલ, રવિવારચૈત્ર સુદ પક્ષ, છઠ્ઠ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

13 એપ્રિલ, મંગળવાર: સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ

14 એપ્રિલ, બુધવારઃ સર્વાર્થસિદ્ધિ યોગ, સૂર્ય અને મંગળનું રાશિ પરિવર્તન

16 એપ્રિલ, શુક્રવારઃ રવિયોગ અને વાહન અને સંપત્તિ ખરીદદારીનું વિશેષ મુહૂર્ત, બુધનું રાશિ પરિવર્તન

18 એપ્રિલ, રવિવારઃ રવિયોગ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!