ટેક્નોલોજી

લેનેવોનું સ્લિમ લેપટોપ આ નવા લેપટોપનું વજન 1 કિલોથી પણ ઓછું, વીડિયો ચેટિંગ માટે 2 માઈક મળશે, જાણો કિંમત અને ફીચર્સ

  • 25 માર્ચથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાશે
  • લેપટોપની સ્ક્રીનને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે
  • લેપટોપની પ્રારંભિક કિંમત 1,19,990 રૂપિયા છે

લેનોવો કંપનીએ ભારતીય માર્કેટમાં નવું યોગા સ્લિપ 7i કાર્બન લેપટોપ લોન્ચ કર્યું છે. તેમાં 13.3 ઇંચ QHD ડિસ્પ્લે છે. ગેમિંગ માટે તેમાં ઇન્ટેલ આઈરિસ Xe ગ્રાફિક્સ સાથે બે પ્રોસેસર ઓપ્શન 11th જનરેશન કોર i5 અને 11th જનરેશન કોર i7 મળશે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેનું વજન માત્ર 966 ગ્રામ છે. ઓક્ટોબર, 2020માં ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ અને સિંગાપોરમાં લેપટોપ લોન્ચ થઇ ગયું હતું.

કંપનીએ લેપટોપ સિંગલ મૂન વ્હાઇટ કલરમાં લોન્ચ કર્યું છે

કંપનીએ લેપટોપ સિંગલ મૂન વ્હાઇટ કલરમાં લોન્ચ કર્યું છે

લેપટોપની કિંમત
લેપટોપની પ્રારંભિક કિંમત 1,19,990 રૂપિયા છે. 25 માર્ચથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ Lenovo.com પરથી ખરીદી શકાશે. તેનું વેચાણ કંપનીના એક્સક્લુસિવ સ્ટોર્સની સાથે બીજા પ્લેટફોર્મ પર પણ થશે.

લેનોવો યોગા સ્લિમ 7i કાર્બન સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • આ લેપટોપ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેમાં 13.3 ઇંચ QHD (2,560×1,600 પિક્સલ) ડિસ્પ્લે આપી છે. તેમાં 11th જનરેશન ઇન્ટેલ કોર i7-1165G7 GPU અને ઇન્ટેલ આઇરિસ Xe ગ્રાફિક્સ આપ્યા છે. લેપટોપમાં 16GB LPDDR4x રેમની સાથે 1TB PCIe M.2 સ્ટોરેજ મળશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં ઇન્ટેલ 2×2 802.11ax Wi-Fi 6, બ્લુટૂથ 5.0, બે USB Type-C, થન્ડરબોલ્ટ 4 પાર્ટ્સ, USB Type-C 3.0 જનરેશન 1 પોર્ટ ઓડિયો જેક મળશે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં 2W હર્મન કાર્ડન સ્પીકર આપ્યા છે. આ ડોલ્બી એટમ્સને સપોર્ટ કરે છે, વીડિયો ચેટિંગ માટે 2 માઈક મળશે.
લેપટોપની સ્ક્રીનને 180 ડિગ્રી સુધી વાળી શકાય છે

લેપટોપની સ્ક્રીનને 180 ડિગ્રી સુધી વાળી શકાય છે

કંપનીનું કહેવું છે કે, વીડિયો પ્લેબેક પર બેટરી 15 કલાકનું બેકઅપ આપે છે. તેમાં કોરટાના અને એલેક્સા ઇનેબલ વોઇસ કમાન્ડ ફીચર પણ આપ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!