ટેક્નોલોજી

હવે મોદી સરકાર સોશિયલ મીડિયા-OTT પ્લેટફોર્મ માટે નવા નિયમો તૈયાર કરી નવું બિલ લાવશે

દેશમાં ટ્વીટર સાથે વિવાદ બાદ નારાજ ભારત સરકાર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયંત્રણ રાખવા માટે નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી રહી છે. જે અંતર્ગત સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર કોઈ ફેક ન્યૂઝ કોણે અને ક્યારે ફેલાવ્યા? સરકાર તે જાણી શકશે. આ પ્લેટફોર્મ પર અને ઈન્ટરનેટ થકી વીડિયો સામગ્રીનો પ્રચાર કરી રહેલા OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ પર ત્રણ લેવલે નજર રાખવામાં આવશે.

  • ટ્વિટરના ઈન્કારથી નારાજ સરકાર બની સખ્ત Rules for Online Platforms
  • ઓનલાઈન પ્લેટફોર્મ પર સરકારનો હાલ નહિવત અંકુશ
  • ક્યાંથી ફેલાઈ રહ્યાં છે ફેક ન્યૂઝ? હવે જાણી શકાશે
  • રાષ્ટ્રહિત, સામાજિક એકતા અને અખંડિતતાને નુક્સાન કરનારા પોગ્રામો પર લાગશે બ્રેક

નવા નિયમો અંતર્ગત આદેશ આપ્યાના 24 કલાકની અંદર વિવાદિત કન્ટેન્ટને હટાવવા પડશે. તપાસ અને સાઈબર સિક્યોરિટીના કેસમાં આગ્રહ કર્યાના 72 કલાકની અંદર જાણકારી આપવી પડશે. અશ્લીલ કન્ટેન્ટ સાથે સંકળાયેલી પોસ્ટને ફરિયાદના એક દિવસની અંદર દૂર કરવી પડશે. કંપનીઓએ ચીફ કંપ્લાયન્સ ગ્રિવેન્સ રિડ્રેસલ ઓફિસરની નિમણૂંક કરવી પડશે. જે ભારતીય નાગરિક હોવા જોઈએ.

OTT પ્લેટફોર્મ થકી છેલ્લા એક વર્ષમાં અનેક વિવાદો ઉભા થયા છે. પછી તે કોઈ વેબ સિરીઝ થકી ધાર્મિક ભાવનાને ભડકાવવાની હોય કે પછી ખોટા વીડિયો, ફોટા અને ફેક ન્યૂઝ ફેલાવીને હિંસા ભડકાવવી કે પછી કોઈ ભ્રામક તથ્ય દ્વારા કોઈ વ્યક્તિની છબી ખરડાવવાની હોય. 

3 તબક્કે ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વીટર પર રહેશે નજર Rules for Online Platforms
સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોતાના મોડરેટર રાખવા પડશે. જે તેમના થકી શેર કરીને ફેલાવવામાં આવી રહેલા કન્ટેન્ટ માટે જવાબદાર હશે. જો તેમના મોડરેશનમાં ભૂલ જોવા મળશે, તો તેમને પણ સજા આપવામાં આવી શકશે. સરકાર બીજા તબક્કે નિયામક એજન્સી બનાવશે. જેમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની નિવૃત જજ હોઈ શકે છે.

ત્રીજા લેવલ પર સરકારી સંસ્થાઓ હશે. જે આ પ્લેટફોર્મ પર નજર રાખશે અને કેસ સામે આવવા પર દોષી કંપનીને દંડ કરી શકશે. તેમની સૌથી મહત્વની શક્તિ કન્ટેન્ટને બ્લોક કરવાની રહેશે. તેમના આદેશ પર કેટલાક કેસોમાં કંપનીઓને 24 કલાકમાં અને અન્યમાં 15 દિવસમાં કાર્યવાહી કરવાની રહેશે.

‘U’ થી ‘A’ રેટિંગ આપવાનો રહેશે Rules for Online Platforms
નેટ ફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ જેવા OTT પ્લેટફોર્મને 3 તબક્કાની તપાસ અંતર્ગત રાખવામાં આવશે. શૉને U થી લઈને A જેવા રેટિંગ આપવાના રહેશે. નિયમની ખાસ વાત એ છે કે, એવા ફેક મેસેજને પકડવાની શક્તિ સરકારી એજન્સીઓને મળવાની છે. જો તેમને લાગે કે ન્યૂઝ ફેક છે અને લોકોને નુક્સાન પહોંચાડી શકે તેમ છે.

એક્સપર્ટના મતે, આ કોઈ SMSની જેમ હોઈ શકે છે. જેને કોઈ ફેલાવવાનો શરૂ કર્યો, તે ટેલિકોમ કંપનીઓ થકી પકડી શકાય છે. સોશિયલ મીડિયા કંપનીઓને આ માટે પોતાની એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શનના નિયમોમાં કેટલીક છૂટ આપવી પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!