ટેક્નોલોજીદેશ

વોટ્સએપને જવાબ આપવા માટે સરકાર લોન્ચ કરશે ‘સંદેશ’ અને ‘સંવાદ’ એપ્સ

વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીની બબાલ ચાલી રહી છે ત્યારે ભારત સરકારે તેને યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ બની છે. કેન્દ્ર સરકાર મેસેજિંગ એપનું દેશી વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન ‘સંદેશ અને સંવાદ’ બનાવી રહી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં વોટ્સએપ જેવી બે મેસેજિંગ એપ્સનું બીટા તબક્કામાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેનું નામ સંવાદ (Samvad) અને સંદેશ (Sandes) રાખવામાં આવ્યું છે, જેનો શાબ્દિક અર્થ ‘વાર્તાલાપ’ અને ‘સંદેશ’ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું  કે આ બંને એપ્સ ભારત સરકાર દ્વારા સંપૂર્ણપણે વિકસિત કરવામાં આવી રહી છે. તે વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બંને એપ્સ ભારત સરકાર દ્વારા સંપૂર્ણ રીતે બનાવવામાં આવી રહી છે. તે વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે વોટ્સએપની જેમ કામ કરશે. તો, સરકાર GIMS- સરકારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન પર પણ કામ કરી રહી છે. ભારત સરકારના કર્મચારીઓ જ તેનો ઉપયોગ પરસ્પર વાતચીત માટે કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “સરકારની અંદર ઘણા લાંબા સમયથી તેની જરૂરિયાત અનુભવાતી હતી કે અમારી પોતાની સ્વતંત્ર અને સ્વ-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ એપ્લિકેશન હોય. તેથી આ એપ્સ વિકસાવવાની પ્રક્રિયા હાલના વોટ્સએપ વિવાદનાં ઘણા સમય પહેલા શરૂ થઈ ગઇ હતી. તેમણે કહ્યું કે આ એપ્લિકેશનનો સૌથી મોટો ફાયદો એ થશે કે અમારો ડેટા ચોરાશે નહીં અને મોટી ટેક્નોલોજી કંપનીઓની જેમ તેનો વ્યવસાયિક ફાયદા માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્લિકેશન બનાવવાની પાછળ ડેટા સિક્યુરિટી છે. આ બંને એપ્લિકેશન્સની મદદથી ડેટા ચોરીને અટકાવી શકાશે. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે સરકાર સંવાદ અને સંદેશ બંને લાવશે કે આમાંથી કોઈ એક એપ્લિકેશન લાવશે. તેનું  બીટા ટેસ્ટીગ હાલ ચાલી રહ્યું છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!