ખેલ જગત

IPLમાં આજે હૈદરાબાદ- ચેન્નાઈ:સીઝનમાં બે ટીમો વચ્ચેનો ફરી મુકાબલો આજથી શરૂ; સનરાઇઝર્સ દ્વારા ગત મેચમાં મળેલ પરાજયનો બદલો લેવા મેદાનમાં ઉતરશે સુપર કિંગ્સ

IPLમાં આજે હૈદરાબાદ- ચેન્નાઈ:સીઝનમાં બે ટીમો વચ્ચેનો ફરી મુકાબલો આજથી શરૂ; સનરાઇઝર્સ દ્વારા ગત મેચમાં મળેલ પરાજયનો બદલો લેવા મેદાનમાં ઉતરશે સુપર કિંગ્સ
દુબઈ3 કલાક પહેલા

IPLની 13મી સીઝનની હવે સેકન્ડ હાફ શરૂ થઈ ગઈ છે. લીગમાં દરેક ટીમોએ એક-બીજા સાથે એક-એક મેચ રમી લીધી છે. એવામાં લીગમાં આજથી દરેક ટીમો ફરી આમને-સામને ટકરાશે. લીગની 29મી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે દુબઈમાં સાંજે 7:30 વાગે રમાશે. ચેન્નાઈ પાસે હૈદરાબાદ તરફથી મળેલી છેલ્લી હારનો બદલો લેવાની તક છે.

લીગની 14મી મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને દુબઇમાં 7 રને હરાવી હતી. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 157 રન જ બનાવી શકી હતી.

ચેન્નાઈએ હૈદરાબાદ સામે 13માંથી 9 મેચ જીતી
ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈનું પલ્લું ભારે છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈએ 9 અને હૈદરાબાદે 4 મેચ જીતી છે. આ સીઝનમાં બંને ટીમોએ પોતાની છેલ્લી મેચ્છ હારી છે. આવી સ્થિતિમાં, બંને ટીમને મેચ જીતવાની અને લય મેળવવાની તક મળશે.

ચેન્નાઈ માટે ડુ પ્લેસિસે બનાવ્યા સૌથી વધુ રન
ચેન્નાઈની બેટિંગની વાત કરીએ તો, ફાફ ડુ પ્લેસિસ જ ફોર્મમાં છે. તેમણે સીઝનમાં રમાયેલી 7 મેચોમાં 307 રન બનવ્યા છે. જેમાં 3 અર્ધ સતક સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબ સામે તેણે 87 રન અણનમ બનાવ્યા હતા. આ ઉપરાંત શેન વોટસને અત્યાર સુધીમાં લીગમાં 199 રન બનાવ્યા છે.

ચેન્નાઈમાં શાર્દુલ અને કારણે સૌથી વધુ વિકેટ ઝડપી
બોલિંગમાં સેમ કરન અને શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી હતી કરને સીઝનમાં 7 મેચમાથી 8 વિકેટ લીધી છે. જ્યારે શાર્દુલે 4 મેચોમાં 7 બેથ્સ્મેનોને આઉટ કર્યા હતા. આ ઉપરાંત દિપક ચાહરે 7 મેચોમાંથી 6 વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદ માટે વોર્નર- બેયરસ્ટો ટોપ સ્કોરર
હૈદરાબાદ માટે કેપ્ટન ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો ટોપ સ્કોરર રહ્યા છે. વોર્નરે 7 મેચોમાં 2 અર્શ સતક સાથે 275 રાન અને બેયરેસ્ટોએ 7 મેચમાં 3 અર્ધસતક સાથે 257 રન બનાવ્યા છે. આ ઉપરાંત મનીષ પાંડેએ પણ લીગમાં અત્યાર સુધી 202 રન બનાવ્યા છે.

હૈદરાબાદના રાશિદ પર્પલ કેપની રેસમાં
હૈદરબાદબા સ્પિનર રાશિદ ખાન લીગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોના લિસ્ટમાં ચોથા ક્રમે છે. રાશિદે એટયાર સુધી સીઝનમાં 7 મેચોમાથી 10 વિકેટ લીધી છે. જ્યારે, ટી નટરાજને અત્યાર સુધી સીઝનમાં 7 બેટ્સમેનોને આઉટ કર્યા છે.

બંને ટીમના મોંઘા ખેલાડીઓ
CSKમાં કેપ્ટન ધોની સૌથી મોંઘા ખેલાડી છે. ટીમ તેમને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપશે. ત્યાર બાદ ટીમમાં રવિન્દ્ર જાડેજા મોંઘો ખેલાડી છે, તેણે સીઝન ના 7 કરોડ રૂપિયા મળશે. જ્યારે હૈદરાબાદના સૌથી મોંઘા ખેલાડી ડેવિડ વોર્નર છે. તેણે સીઝનના 12.50 કરોડ રિપિયા મળશે. ત્યાર બાદ ટીમમાં બીજો મોંઘો ખેલાડી મનીષ પાંડે (11 કરોડ રૂપિયા) છે.

પીચ અને વેધર રિપોર્ટ
દુબઈમાં મેચ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેશે. દુબઈમાં તાપમાન 23 થી 37 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચ દ્વારા બેટ્સમેનોને મદદ મળી શકે છે. અહીં ધીમી વિકેટ હોવાને કારણે સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. આ IPL પહેલા અહીંયા ગત 61 ટી-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીતનો સક્સેસ રેટ 55.74 રહ્યો છે.

iplLogoAdaniAstralKhatabook

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!