નવસારી વિજલપોર નગરપાલિકાના ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી

નવસારી વિજલપોર નગરપાલિકામાં આગામી ચૂંટણી માટે નામોની જાહેરાત કરવાની તજવીજ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા આવતીકાલે શહેરના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે એવી શક્યતા છે. તો ભાજપ દશમી તરીકે સાંજે ઉમેદવારોના નામ જાહેર કરશે. જોકે આ નામો કોણ હશે તેની શક્યતા સેવાઈ રહી છે. અને સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે આવા નામોની યાદી હાલ ફરતી કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ કોને ટિકિટ આપશે? કોનો પત્તું કપાશે? અને કોને ન્યાય મળશે? તે તરફ હાલ તો રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની મીટ મંડાઇ રહી છે. આવા સંજોગોમાં જે નામો હાલ ફરતા થયા છે. તેની યાદી રજુ કરીએ છીએ.
વાત કરીએ ભાજપની તો ભાજપ હાલ જે નામો જાહેર કરવાનું છે. તેમાં વર્તમાન વિજલપોર નગરપાલિકા અને નવસારી નગરપાલિકાના જે તે નગરસેવકોને રીપીટ કરશે. પરંતુ આ નગરસેવકોની યાદીમાં જેના ત્રણ ટર્મ પૂર્ણ થયા છે. અથવા જેની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે. તેવા નગરસેવકોને તક મળવાની નથી. બાકીના મોટા ભાગના નગરસેવકો રિપીટ થવાની શક્યતા છે. તો બીજી તરફ સી. આર. પાટીલના નજીકના લોકોને પણ ટિકિટ મળવાની છે. સી.આર.પાટીલ સાથે કેટલાક લોકોએ નઝીક રહેવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે તેમના માટે નજીકના હોવાનો ફાયદો મળવાનો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રજા સ્વીકારે કે ના સ્વીકારે પ્રજાલક્ષી હશે કે નહીં હોય પરંતુ તેમ છતા આવા લોકોને ટિકિટ આપવામાં આવનાર છે. તો તે જ રીતે ભુરાલાલ શાહ સાથે પણ નજીકના સંબંધો ધરાવનારની લોટરી લાગવાની છે.
જો કોંગ્રેસ ની વાત કરીએ તો કોંગ્રેસ જે વર્તમાન નગરસેવકો છે. તેમને રીપીટ કરવાની છે. ગત વખતે જે લોકોને ટિકિટ ફાળવાઇ હતી. તે પૈકીના યુવાનોને પણ તક મળવાની શક્યતા છે. ખાસ કરીને કોંગ્રેસ કેટલાક વિસ્તારોમાં નવા નામો પણ જાહેર કરવા જઈ રહ્યું છે. કોંગ્રેસની ટિકિટ લેવાની યાદીમાં કેટલાક વોર્ડમાં વધું લોકોએ ડીમાન્ડ કરી છે. પરંતુ અમુક વોર્ડમાં મર્યાદિત દાવેદારો હોવાથી ત્યાં કોને ટિકિટ આપવી તે ખૂબ સરળ બની ગયું હતું. અને એ રીતે યાદી તૈયાર થઈ ગઈ છે. હાલ સોશિયલ મીડિયામાં ભાજપના કેટલાક ઉમેદવારોની યાદી ફરી રહી છે. તો કોણ છે આ શક્યતા ધરાવતા ઉમેદવારો તેની યાદી નીચે મુજબ છે
વોર્ડ નંબર -૧
૧) જયેશભાઈ છોટુભાઈ નાયકા
૨) હિતેશભાઈ ધીરુભાઈ ગેવરીયા
૩) કેયુરીબેન જયદીપભાઈ દેસાઈ
૪) શોભાદેવી રમેશભાઈ પ્રસાદ
વોર્ડ નંબર – ૨
૧) રમેશભાઈ વાળા
૨) પિયુષભાઈ હીંમતભાઈ ગજેરા
૩) કૃતિકાબેન રાવસાહેબ પાટીલ
૪) સંગીતાબેન વિપુલભાઈ ભોરણીયા
વોર્ડ નંબર – ૩
૧) સુમનબેન સુરેશભાઈ પાંડે
૨) અશ્વિનભાઈ ગણેશભાઈ કાસુન્દ્રા
૩) રોશનીબેન રાઠોડ
૪) સરજુભાઈ રમેશભાઈ અજબાણી
વોર્ડ નંબર – ૪
૧) હીનાબેન ધર્મેશભાઈ પટેલ
૨) અશ્વિનભાઈ પ્રવીણભાઈ કહાર
૩) અસીફ્ભાઈ હિંગોરા
૪) જશોદાબેન રાઠોડ
વોર્ડ નંબર – ૫
૧) મુકેશભાઈ સુરેશચંદ્ર અગ્રવાલ
૨) પરિમલભાઈ ખંડુભાઈ ટંડેલ
૩) જાગૃતિબેન અરવિંદભાઈ પટેલ
૪)નેહાબેન ઉમેશભાઈ પટેલ
વોર્ડ નંબર – ૬
૧) અમ્રતભાઈ જેરામભાઈ ઢીમ્મર
૨) પરેશભાઈ મંગુભાઈ પટેલ
૩) ઉષાબેન અશોકભાઈ પટેલ
૪) રેહાના ફિરોઝભાઈ કપ્તાન
વોર્ડ નંબર – ૭
૧) જીગીશભાઈ દિલીપભાઈ શાહ
૨) જીજ્ઞેશભાઈ બિપીનચન્દ્ર દેસાઈ
૩) અશ્વિનબેન હેમંતકુમાર મિસ્ત્રી
૪) છાયાબેન કૌશિકભાઈ દેસાઈ
વોર્ડ નંબર – ૮
૧) જગદીશભાઈ કરશનભાઈ મોદી
૨) નરેશભાઈ ખેગારજી પુરોહિત
૩) સીમાબેન પ્રવીણભાઈ શાહ
૪) સવિતાબેન ધનરાજભાઈ ચૌધરી
વોર્ડ નંબર – ૯
૧) શુભમભાઈ વિભુભાઈ મુંડિયા
૨) ભીખુભાઈ ગોવિંદભાઈ નાયકા
૩) જાગૃતિબેન સંદીપભાઈ દેસાઈ
૪) ભાવનાબેન સનીભાઈ ગાંધી
વોર્ડ નંબર – ૧૦
૧) જયાબેન મારુતીભાઈ લાંજવાર
૨) ભૂષણભાઈ ગોકુળભાઈ પાટીલ
૩) મહેન્દ્રભાઈ વિજયસિહ ગીરાશે
૪) રમીલાબેન જગદીશભાઈ પટેલ
વોર્ડ નંબર – ૧૧
૧) પરેશભાઈ દિનેશભાઇ ભારતીયા
૨) ગુલાબચંદ્ર રામજતન તિવારી
૩) કરુણાબેન નીલાંબર ઝા
૪) લીલાબેન તુલિદાસ ઠાકુર
વોર્ડ નંબર – ૧૨
૧) ચિરાગભાઈ લાલવાણી
૨) ચેતનભાઈ મગનભાઈ પટેલ
૩) મીનલબેન અલ્પેશભાઈ દેસાઈ
૪) હસુમતીબેન રાકેશભાઈ પટેલ
વોર્ડ નંબર – ૧૩
૧) વિજયભાઈ મનુભાઈ રાઠોડ
૨) પ્રશાંતભાઈ બલ્લુભાઈ દેસાઈ
૩) પ્રીતિબેન ધર્મેશભાઈ અમીન
૪) જાગૃતિબેન સુરેશભાઈ શેઠ
