વિદેશ

વિયેતનામમાં લીમ્ફા વાવાઝોડાએ વિનાશ વેર્યો

૧૭ લોકોના મોત, ૩૧,૦૦૦ લોકોનું સ્થળાંતર, ૩૩ ઘરોને નુકશાન, અનેક પ્રાંતોમાં ભૂસ્ખલન

વિયેતનામમાં લિમ્ફા વાવાઝોડાને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેક પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જેની લપેટમાં આવતા 17 લોકો મૃત્યુ પામ્યા હતા અને 13 જેટલા લોકો ગુમ છે. સરકારી અહેવાલ અનુસાર વાવાઝોડાને લીધે 33 હજાર ઘરને નુકસાન થયું હતું. બે દિવસમાં 31 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. લાંબા સમુદ્રકિનારાને લીધે વિયેતનામમાં વિનાશકારી વાવાઝોડા અને પૂરનું જોખમ હજુ પણ યથાવત્ છે. રિપોર્ટ અનુસાર આશરે 9.60 કરોડની વસતીવાળા વિયેતનામમાં ગત વર્ષે પૂર અને ભૂસ્ખલનને લીધે 132 લોકો મૃત્યુ પામ્યા હતા.
     સમુદ્રની ઉપર પણ જમીનની જેમ હવા હોય છે. જે ઉચ્ચ દબાણથી નીચલા દબાણ તરફ વહે છે. જ્યારે હવા ગરમ હોય તો હળવી થઈ જાય છે અને ઉપર ઊઠવા લાગે છે. જ્યારે સમુદ્રનું પાણી ગરમ હોય તો હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઊઠવા લાગે છે ત્યારે નીચલું દબાણ સર્જાય છે પણ પૃથ્વી ભમરડાની જેમ ફરે છે. આ કારણે આ હવા સીધી ન આવીને ફરવા લાગે છે. પછી ફરતી ફરતી આગળ વધે છે. તેને વાવાઝોડું કહેવાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!