નવસારી

નવસારીની બ્યુટીશીયન પૂજા દેસાઈને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ-૨૦૧૯માં સ્થાન

નવસારીની બ્યુટિશિયન યુવતિ પૂજા દેસાઇ સતત ૮ કલાકમાં સૌથી વધુ કોસ્મેટિક મેકઅપના રેકોર્ડ માટે પ્રતિષ્ઠિત ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ-૨૦૨૧ થી સન્માનિત કરવામાં આવેલ છે. નવસારીનાં વિજલપોર વિસ્તારમાં રહેતી યુવતી પૂજા યશવંત દેસાઈઍ મેકઅપનાં ક્ષેત્રે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ-૨૦૨૧ આવૃત્તિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધિ અપાવેલ છે. જૂનો રેકોર્ડ ૩૨ મોડલને કોસ્મેટિક મેકઓવરનો હતો અને ઍક ઉત્સાહી બ્યુટિશિયન મિસ પૂજા દેસાઇઍ રેકોર્ડ તોડવા માટે અને પોતાનું નામ ઍ રેકોર્ડ ધારકની આગળ રાખવા માટે તૈયારીઓ શરૂ કરવામા આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯નાં રોજ જૂનો રેકોર્ડ તોડવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી. ઍક કિશોરીની સતત આઠ કલાકની સખત મહેનત પછી પૂજા દેસાઇ દ્વારા ૫૫ મોડલો ઉપર મેકઅપ કરવામાં આવેલ છે અને જરૂરી પુરાવાઓની સાથે તમામ દસ્તાવેજો મોકલી આપવામાં આવ્યાં હતાં. નવસારીની બ્યુટિશિયન પૂજા દેસાઈઍ સતત આઠ કલાકમાં વ્યકતીગત રીતે સૌથી વધુ ૫૫ મોડલને કોસ્મેટિક મેકઓવર કરવામાં આવેલ છે. પૂજા દેસાઈઍ જૂના રેકોર્ડને પાછળ છોડી દીધા પછી પૂજા દેસાઈને તેમના સફળ પ્રયાસ માટે સત્તાવાર રેકોર્ડ પ્રમાણપત્ર પ્રા થયેલ અને તે સાથે નવા ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ-૨૦૨૧ આવૃત્તિ મેળવી તેમની આ ભવ્ય સિદ્ધિમાં, પૂજાની માતા ઉજવલાબેને ખૂબ મહેનત કરી હતી જેથી આ ખુશીનાં સમયમાં જ્યારે પૂજા દ્વારા વિશ્વ રેકોર્ડ કરવામાં આવતા તેમના સંબંધીઓ અને મિત્રો દ્વારા શુભેચ્છા પાઠવી રહ્ના છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!