ટેક્નોલોજી

ટેલીગ્રામમાં હવે તમારી વોટ્સએપ ચેટ થઈ શકશે ટ્રાન્સફર

વોટ્સએપની હવે નવી પૉલિસીના પગલે વોટ્સએપ યુઝર્સ હવે બીજા મેસેજિંગ એપલીકેશન તરફ વળી રહ્યાં છે. આવા સમયમાં વોટ્સએપને ચુનોતી આપવા માટે મેસેજિંગ સર્વિસ ટેલીગ્રામ દ્વારા એક નવું ફિચર રજૂ કરવામાં આવ્યું છે.

આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની વોટ્સએપ કે અન્ય એપ્સની ચેટ્સને ટેલીગ્રામમાં ટ્રાન્સફર કરી શકશે. આ ફિચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકશે.

ટેલીગ્રામે પોતાના બ્લોગ થકી નવા ફિચર્સની જાહેરાત કરતા તેના ઉપયોગ વિશે વિગતવાર જાણકારી આપી હતી. આ સાથે ટેલીગ્રામના યુઝર્સની સંખ્યા ૧૦૦ મિલિયનથી પણ વધુ થઈ ગઈ છે. એવામાં ટેલીગ્રામ દ્વારા ખાસ ફિચર્સ રજૂ કરવામાં આવ્યું છે.

આ ફીચર થકી વોટ્સએપ ચેટ્સને ટેલીગ્રામ પર ટ્રાન્સફર કરી શકાશે. ચેટ્સ ટ્રાન્સફરની સુવિધા આઈઓએસ અને એન્ડ્રોઈડ બન્ને યુઝર્સ માટે કરવામાં આવી છે.

આઈઓએસ યુઝર્સને પોતાના વોટ્સએપ કૉન્ટેક્ટ ઈન્ફો અને ગ્રુપ ઈન્ફોમાં જવું પડશે. જ્યાં એક્સપોર્ટ ચેટ પર ક્લિક કરીને ટેલિગ્રામમાં જઈ ટ્રાન્સફર કરવી પડશે. અને એન્ડ્રોઇડ યુઝર્સએ વોટ્સએપ ચેટ્સમાં “મોર” અને પછી એક્સપોર્ટ ચેટમાં જઈને ટેલીગ્રામ પર ક્લિક કરવું પડશે. આ પ્રોસેસ બાદ તમારી વોટ્સએપ ચેટ એજ દિવસે ટેલિગ્રામ પર ટ્રાન્સફર થઈ જશે.

ટેલીગ્રામએ દાવો પણ કર્યો છે કે, ચેટ્સ ટ્રાન્સફર કર્યા બાદ મીડિયા કે ચેટ્સ એક્સ્ટ્રા સ્પેસ નહીં લેશે. જૂના એપ્લીકેશન તમને તમારા ડિવાઈસમાં જ ડેટા સ્ટોર કરવા દે છે, પરંતુ ટેલીગ્રામ એપ તમારા તમામ મેસેજ, ફોટો અને વીડિયોને ગમે ત્યારે તમારી જરૂરિયાત મુજબ એક્સેસ કરવામાં કોઈ સ્પેશ નથી લેતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!